Gujarati Video : છોટાઉદેપુરમાં બ્રિજ જર્જરિત, લોકોની સમાર કામ કરવાની માગ
ભારે વરસાદ બાદ બ્રિજ જર્જરીત થયો અને બ્રિજ પર મસમોટી તિરાડો પડી છે.પિલરો બેસી જતા બ્રિજ ગમે ત્યારે નમી શકે છે.બ્રિજ બંધ થવાના પગલે લોકોને 25 કિલોમીટરનો વધારાનો ફેરો લગાવવા મજબૂર બન્યા છે.
Chhotaudepur: છોટાઉદેપુરના પાવીજેતપુરમાં તંત્ર રહી રહીને જાગ્યું છે. ભારાજ નદી(Bharaj River) ઉપરનો બ્રિજ(Bridge) જોખમી થયા બાદ તંત્ર જાગ્યું છે.શિહોદ નજીક વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમકારક બન્યો છે.જેને લઈને તંત્રએ વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવર જવર બંધ કરી છે.ભારે વરસાદ બાદ બ્રિજ જર્જરીત થયો અને બ્રિજ પર મસમોટી તિરાડો પડી છે.પિલરો બેસી જતા બ્રિજ ગમે ત્યારે નમી શકે છે.બ્રિજ બંધ થવાના પગલે લોકોને 25 કિલોમીટરનો વધારાનો ફેરો લગાવવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો : Rajkot : રાજકોટના કલાકારને PM મોદીએ ‘મન કી બાત’માં કર્યા યાદ, જાણો તે કલાકાર અને તેની અદભૂત કલાને, જુઓ Video
જેમાં સ્થાનિકોનો આરોપ છે કે, ભારજ નદીમાં રેતીનું ખનન થવાના કારણે નદીનો પટ ઉંડો થયો છે…જેથી બ્રિજના પિલરો 20થી 25 ફૂટ ખુલ્લા થયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 30, 2023 06:28 PM