AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભુવાઓ બાખડયા હોવાનો વિચિત્ર કિસ્સો આવ્યો,એકની જટા કાપીને Video વાયરલ કર્યો

Ahmedabad: ભુવાઓ બાખડયા હોવાનો વિચિત્ર કિસ્સો આવ્યો,એકની જટા કાપીને Video વાયરલ કર્યો

Mihir Soni
| Edited By: | Updated on: Jul 30, 2023 | 5:19 PM
Share

અસલી ભુવા અને નકલી ભુવાના આ કેસમાં હાલ તો પોલીસ ફરિયાદ નથી થઈ.પણ નરોડા પોલીસ ને જાણ કરાઇ હતી ત્યારે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનુ રહ્યું . વીડિયોમાં દેખાતો રાહુલ ઠાકોર સોશિયલ મીડિયા પર તાંત્રિક વિધિના વિડ્યો મુકતો હતો..એટલું જ નહીં રાહુલ પોતાની ગાડીમાં અઘોરી એક 47 નામનું સ્ટીકર અને લખાણ લખ્યું છે.. જેથી તેના આવા વિડીયો હોવાથી અન્ય કોઈ ભુવાઓ દ્વારા રાહુલને લઈ જઈ ધમકી અગાઉ આપી હતી.

Ahmedabad:અમદાવાદના નરોડાની એક વિચિત્ર ઘટના સામે આવી છે.  જેમાં  બે ભૂવાઓની વચ્ચે થયેલ તકરારમાં એક ભુવાની અપહરણ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.જેમાં તેને માર મારી તે વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે.ઘટના છે અમદાવાદના નરોડા વિસ્તારની જ્યાં અસલી કોણ અને નકલી કોણ તે મામલે ભૂવાઓ વચ્ચે તકરાર થઇ હતી.પોતાને ભૂવા તરીકે ઓળખાવતા કેટલાક શખ્સોએ અન્ય ભૂવાનું અપહરણ કરી માર મારી તેની જટા કાપી નાખી હતીજે વિડિયો વાયરલ થતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ભુવાને બંદૂકની અણીએ લઈ ગયા હોવાનો આક્ષેપ

જેમાં ભોગ બનનાર ભૂવો નરોડામાં રાહુલ રમેશભાઇ ઠાકોર પરિવાર સાથે રહે છે. તા 28મીએ રાહુલ ઘરે હાજર હતો ત્યારે રાજકોટનો જ કીર્તિદાન દેઠા અને અન્ય બે વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા. તમામે રાહુલ નામના ભુવાને બંદૂકની અણીએ લઈ ગયા હોવાનો આક્ષેપ કરી રહ્યો.જેને નિકોલ એક મંદિરમાં લઇ ગયા હતા.

જ્યાં દિનેશ ભુવાજી, અનિલ ભૂવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સહિત 15 જેટલા લોકો શખ્સો હાજર હતા.કિર્તીદાન દેઢા દ્વારા ભુવા રાહુલ પર લોકો ને છેતરી રૂપિયા પડવાનો આરોપ લગવામાં આવ્યો હતો રાહુલ ને માર મારી તેનો વિડિયો પણ યુટ્યુબમાં અપલોડ કર્યો હતો અને આ વીડિયો ડિલીટ કરવા રૂ 9 લાખ માગ્યા હોવાનો આરોપ રાહુલ લગાવી રહ્યો છે.

અઘોરી એક 47 નામનું સ્ટીકર અને લખાણ લખ્યું

અસલી ભુવા અને નકલી ભુવાના આ કેસમાં હાલ તો પોલીસ ફરિયાદ નથી થઈ.પણ નરોડા પોલીસ ને જાણ કરાઇ હતી ત્યારે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનુ રહ્યું . વીડિયોમાં દેખાતો રાહુલ ઠાકોર સોશિયલ મીડિયા પર તાંત્રિક વિધિના વિડ્યો મુકતો હતો..એટલું જ નહીં રાહુલ પોતાની ગાડીમાં અઘોરી એક 47 નામનું સ્ટીકર અને લખાણ લખ્યું છે.. જેથી તેના આવા વિડીયો હોવાથી અન્ય કોઈ ભુવાઓ દ્વારા રાહુલને લઈ જઈ ધમકી અગાઉ આપી હતી.

જોકે કીર્તિદાન નામના ભુવાએ રાહુલની જટા કાપીને વિડીયો બનાવ્યો હતો.સાથે જ પોલીસ કેસ કર્યો છે તો મારા માણસો આવીને મારી જશે તેવી ભુવા કિર્તીદાન દેઢાએ રાહુલને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.હાલ આ મામલે પોલીસે અરજી પર તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">