ગુજરાતી વીડિયો : અમદાવાદમાં ગેરકાયદે પ્રેકટિસ કરતા તબીબો પર તવાઈ, લાંભા-નારોલમાં બોગસ ક્લિનિક કરાયા સીલ

|

Jan 27, 2023 | 3:00 PM

બોગસ Doctor અંગેની વિગતો પ્રાપ્ત થયા બાદ લાંભા અને નારોલ વિસ્તારના આશરે 8 ક્લિનિક ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી . જેમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે  જાણીતા ડોક્ટરના નામના બોર્ડ લગાવીને બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા

અમદાવાદ કોર્પોરેશને મુન્નાભાઈઓ પર સપાટો બોલાવ્યો છે. શહેરના હાઈ રિસ્ક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. મનપાની આરોગ્ય ટીમે નારોલ અને લાંભામાં બોગસ ડીગ્રી અને ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો સામે તવાઈ બોલાવી હતી. ચેકિંગ સમયે અત્યારસુધીમાં લગભગ 8 ક્લિનિક સીલ કરાયા હતા. જાણીતા ડોક્ટરોના નામ લગાવીને બોગસ પ્રેક્ટિસ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બોગસ તબીબો હોમિયોપેથીના સર્ટિફિકેટ ઉપર એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા.

એક કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ બોગસ ક્લિનિક જોવા મળ્યા હતા. આગામી સમયમાં ધારા ધોરણો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓ સીલ કરાશે. કોર્પોરેશનની કાર્યવાહીના પગલે મુન્નાભાઈઓમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે આ રીતે ગેરકાયેદ પ્રેક્ટિસ કરતા તબીબો દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરે છે અને  તેના કારણે ઘણી વાર દવા લેવા જતા  દર્દીઓનો જીવ પણ જોખમાતો હોય છે.

આ પ્રકારની વારંવાર સામે આવતી ઘટનાઓને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે  તપાસ હાથ  ધરી હતી. જેમાં ઘણા આવા બોગસ ડોક્ટરો અંગેની વિગતો સામે આવી હતી. આ વિગતો પ્રાપ્ત થયા બાદ લાંભા અને નારોલ વિસ્તારના આશરે 8 ક્લિનિક ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી.

જેમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે  જાણીતા ડોક્ટરના નામના બોર્ડ લગાવીને બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા અને લોકોને ગેરમાર્ગે  દોરવાનું કામ કરતા હતા. તો ઘણા  ડોક્ટર  હોમિયોપેથીના  સર્ટિફિકેટ  ઉપર  એલોપથીની તબીબી પ્રેક્ટિસ કરતા હતા અને નવાઇની વાત એ હતી કે માત્ર 1 કિલોમીટરના વિસ્તારમાં આ  પ્રકારના   25થી વધુ બોગસ દવાખાના ધમધમતા  હોવાની માહિતી બહાર આવી હતી.   આ ચેકિંગ બાદ  આગામી સમયમાં ધારા ધોરણો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતા દવાખાનાઓ સીલ કરાશે.

Next Video