Gujarati Video : પાલનપુર-ડીસા નેશનલ હાઈવેના ચંડીસર બ્રિજ પર છવાયો અંધારપટ, વાહન ચાલકોને હાલાકી

Gujarati Video : પાલનપુર-ડીસા નેશનલ હાઈવેના ચંડીસર બ્રિજ પર છવાયો અંધારપટ, વાહન ચાલકોને હાલાકી

| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:38 AM

નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. આશરે દોઢ લાખ જેટલું બીલ ન ભરતા ચંડીસર ઓવરબ્રિજ પરની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન GEBએ કાપી નાખ્યું છે.

બનાસકાંઠામાં આવેલા પાલનપુર-ડીસા નેશનલ હાઈવેના ચંડીસર બ્રિજ પર છેલ્લા ત્રણ દિવસથી અંધારપટ છવાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. આશરે દોઢ લાખ જેટલું બીલ ન ભરતા ચંડીસર ઓવરબ્રિજ પરની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન GEBએ કાપી નાખ્યું છે. હાલ તો ટોલ પ્લાઝાની બેદરકારીના કારણે ટોલ ભર્યા બાદ પણ વાહન ચાલકો લાઇટની સુવિધાથી વંચિત છે.

આ પણ વાંચો : Banaskantha: વરસાદ બાદ ભારત-પાકિસ્તાનની સરહદે નડાબેટનો નયનરમ્ય નજારો, બીજી તરફ બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

ચંડીસર GEB દ્વારા મુડેઠા ટોલ પ્લાઝાને વારંવાર નોટિસો આપવા છતાં પણ બીલ ન ભરતા આખરે વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. આ વીજ કનેક્શન નેશનલ હાઈવે ઓથોરિટી મુડેઠા ટોલ પ્લાઝાના અધિકારીઓના નામે હોવાથી GEB ચંડીસર દ્વારા મુડેઠા ટોલ પ્લાઝાને 56 એ મુજબ નોટીસ પણ ફટકારવામાં આવી છે.

બોરસદ પાલિકાનું વીજ જોડાણ કપાયું

આ અગાઉ આણંદની બોરસદ પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં પાલિકાનું 2 કરોડ 72 લાખનું વીજ બીલ બાકી હોવાથી ગત રાત્રિએ શહેરની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું હતુ. જો કે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાતા શહેરમાં અંધારપટ થતા બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકીએ મધ્યસ્થી કરી હતી.તેમની મધ્યસ્થી બાદ બે કલાકમાં જ વીજ પુરવઠો પુન: શરૂ કરાયો હતો.

Published on: Mar 26, 2023 09:35 AM