Junagadh: સનાતન ધર્મની રક્ષા માટે રાજ્યભરના સાધુ-સંતો દ્વારા ‘શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ’ની રચના કરવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ સંતોનું સંમેલન યોજાયું. જેમાં રાજ્યભરમાંથી અનેક સાધુ સંતો સાધુ સંતો હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં સાધુ સંતો દ્વારા ‘શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ’ની રચના કરવામાં આવી. દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે. આ સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં 40 સાધુસંતોનો સમાવેશ કરાયો છે.
આ સમિતિ માટે સાધુ-સંતોના નામ નક્કી કરાયા છે. તેમાં તમામ 13 અખાડા સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. મુખ્ય સમિતિમાં રમેશભાઈ ઓઝા, કનકેશ્વરી માતાજી, ચૈતન્ય શંભુ મહારાજ, નિજાનંદજી મહારાજ સહિત 15 સંતોની નિમણૂક કરાઈ છે. સમિતિમાં કથાકાર મોરારિ બાપુની પરવાનગી લઈ તેમનું નામ ઉમેરવામાં આવશે. સાધુ-સંતો દ્વારા મુખ્ય સંરક્ષણ સમિતિ સહિત અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં એકઠા થયેલા સનાતની સાધુ-સંતોએ હુંકાર કરતા કહ્યું છે કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં.
કાયદા કમિટીમાં 8 વ્યક્તિઓની નિમણૂક
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:01 am, Fri, 22 September 23