Gujarati Video: બરોડા ડેરી વિવાદમાં મોટા સમાચાર, ડેરીના કાર્યકારી પ્રમુખ પદેથી જી.બી. સોલંકીનું રાજીનામુ
ગુજરાતમાં વડોદરા ડેરી વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ પદેથી તથા ઉપપ્રમુખ પદે થી જી.બી. સોલંકીએ રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેરીનું વાતાવરણ ડહોળવામાં આવ્યું છે. તેમજ મારી પર કોઈનું દબાણ નથી ભાજપ કે કોઈ ધારાસભ્ય નું દબાણ નથી.
ગુજરાતમાં વડોદરા ડેરી વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ પદેથી તથા ઉપપ્રમુખ પદેથી જી.બી. સોલંકીએ રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેરીનું વાતાવરણ ડહોળવામાં આવ્યું છે. તેમજ મારી પર કોઈનું દબાણ નથી ભાજપ કે કોઈ ધારાસભ્ય નું દબાણ નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે શાંતિના યજ્ઞમાં મારા પદની આહુતિ આપું છું.
બરોડા ડેરીના વિવિધ પ્રશ્નોને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. વડોદરાના ત્રણ ધારાસભ્યોએ મુખ્યપ્રધાન, સહકાર મંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી. બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર, ભરતી પ્રક્રિયામાં સગાવાદ અને પશુપાલકોના ભાવ સહિતના મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર, ભરતી પ્રક્રિયામાં સગાવાદ પર ચર્ચા
આપને જણાવી દઈએ કે, કેતન ઈનામદાર,અક્ષય પટેલ અને ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ અલગ-અલગ ત્રણ બેઠક કરી.CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સી આર પાટીલ સાથે બેઠક કરી ચર્ચાઓ કરી. ત્યારે આજે વધુ એક બેઠક થવાની સંભાવના છે.
હવે આ વિવાદમાં પશુપાલકોએ પણ ઝંપલાવ્યુ
બરોડા ડેરી કૌભાંડ મામલે ભાજપના જ ધારાસભ્યોએ હવે પશુપાલકોને સાથે રાખીને ડેરી સામે મોરચો માંડ્યો છે. આ પહેલા ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હજારો પશુપાલકોને સાથે રાખીને બરોડા ડેરી પર હલ્લાબોલ કર્યું.ધરણા યોજ્યા બાદ કેતન ઇનામદાર અને અન્ય ધારાસભ્યો પશુપાલકો સાથે બરોડા ડેરી પહોંચ્યા અને ડેરી કેમ્પસમાં પ્રવેશ કર્યો. કેટલાક સમર્થકો દરવાજો કૂદીને પણ અંદર આવ્યા. જેના કારણે ડેરીમાં અફરાતફરી મચી ગઇ હતી.
આ પણ વાંચો : Gujarati Video : અંકલેશ્વરમાં વીજ ચેકિંગ દરમિયાન DGVCLની ટીમ પર હુમલો, પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો
