Gujarati Video: Banaskantha: 22 પાડાની થઈ ચોરી, પાંજરાપોળનો દરવાજો તોડી પશુઓને લઈ જતા જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો રોષ

|

Apr 15, 2023 | 5:23 PM

Banaskantha: વાવ તાલુકાના ઢીમા ગામમાંથી 22 જેટલા પાડાની ચોરી સામે આવી છે. ઢીમા ગામની પાંજરાપોળમાંથી પાછળા દરવાજાના સ્ક્રુ તોડી પાંચ વ્યક્તિઓ અંદર આવીને 22 પાડાની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પાંજરાપોળ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અત્યાર સુધી તમે સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયાની ચોરી થતી જોઈ હશે. પરંતુ બનાસકાંઠાના વાવ તાલુકામાં પશુઓની ચોરી થઈ ગઈ. ઘટના ઢીમા ગામની છે. જ્યાં આવેલા મહાજન ખોડા પાંજરાપોળમાંથી પશુઓની ચોરી થઈ છે. તસ્કરો પાંજરાપોળનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ CCTV પર છાણ લગાવીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની જાણ થતા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાવ તાલુકાનાં ઢીમા વાવ રોડ પર આવેલી ઢીમા મહાજન ખોડા ઢોર પાંજરાપોળમાંથી ગુરુવારે રાત્રે દોઢ વાગ્યા આસપાસ 22 જેટલા પાડાની ચોરી થઈ હોવાનુ સામે આવતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. પાડા ચોરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થતા ફુટેજને આધારે પાંજરાપોળ ટ્રસ્ટ અને ગામલોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વાવ ખોડા ઢોર પાંજરાપોળમાંથી પણ 21 પાડાની ચોરી કરી હોવાનુ વાવ ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતુ. આ અંગે પણ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચો: Gujarati Video: બનાસકાંઠામાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા

પાંજરાપોળના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે 22 પાડાની ચોરી થઈ હતી. એ અગાઉ પણ વાવની પાંજરાપોળમાંથી પાડા ચોરાયા હોય તેવી ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video