Junagadh : જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ(Rain) બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. ઘેડ પંથકમાં આવેલા કેશોદના બામણાસા ગામે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. જેમાં ભારે વરસાદના કારણે ઓઝત નદીનો પાળો તૂટી જતા ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ધોવાણ થયું છે. ઓઝત નદીનો પાળો તૂટી જતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા.
આ પણ વાંચો : Monsoon 2023 Breaking : ગુજરાતમાં 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ
જે બાદ ખેડૂતોએ હવે પોતે જ સ્વખર્ચે ઓઝત નદીનો પાળો બાંધવાનું કામ હાથ ધર્યું છે. જે કામ સરકાર અને તંત્રએ કરવું જોઇએ તે કામ ખેડૂતો પોતે કરી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે દર વર્ષે આ જ રીતની સમસ્યા થાય છે પરંતુ તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી.
બામણાસાના ખેડૂતોની જમીનનું ધોવાણ ન થઇ જાય અને 500 વીઘા ખેતરોમાં વાવેલો પાક નષ્ટ ન થઇ જાય તે માટે પાળ બાંધવાની કામગીરી હાથ ધરી છે.ખેડૂતો 11 હજાર માટીની બોરી મૂકીને નદી આડો પાળો બાંધી રહ્યા છે.. તેમજ બેદરકાર તંત્ર સામે ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. તેઓએ અપીલ કરી છે, કે તંત્ર ખેડૂતોની વ્હારે આવે, અને મદદ કરે. પરંતુ નિંદ્રાધીન તંત્રની બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે