Gujarati Video : ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી

|

Mar 28, 2023 | 9:29 AM

હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 3 દિવસ રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલે 28 માર્ચના રોજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ખેડૂતો હજુ માવઠાંની મારમાંથી બેઠાં થયા નથી, ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 3 દિવસ રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલે 28 માર્ચના રોજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 29, 30 અને 31 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather : બનાસકાંઠાના વાવમાં મોડીરાત્રે ફરી કમોસમી વરસાદ ખાબક્યો, ધરતીપુત્રો ચિંતિત

ગુજરાતના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ 3 ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન અને ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે.

ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપ્યુ મોટું આશ્વાસન

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે. ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video