Gujarati Video : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે, સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવે તેવી શક્યતા

|

May 31, 2023 | 12:01 PM

Somanath : બાબા બાગેશ્વર આજે સોમનાથ આવે તેવી શક્યતા છે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવી પૂજન-અર્ચન કરે તેવી શક્યતા છે.

Somanath : અમદાવાદમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ બાબા બાગેશ્વર બુધવારે સોમનાથ મહાદેવના દર્શન કરી શકે છે. બાબા બાગેશ્વર આજે સોમનાથ આવે તેવી શક્યતા છે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવી પૂજન-અર્ચન કરે તેવી શક્યતા છે. બાબા બાગેશ્વર સોમનાથમાં અંદાજે એક કલાક રોકાણ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત બાબા સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Gir Somanath: તાલાળાના ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની 18 એપ્રિલથી શરુ થશે સત્તાવાર હરાજી

ગઈકાલે વટવાના શ્રીરામ મેદાનમાં બાગેશ્વર સરકારનો દરબાર યોજાયો હતો. જેમાં હજારો લોકો સામેલ થયા હતા. મેદાનની ચૌ તરફ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ભવ્ય સ્ટેજ ઉભુ કરવામાં આવ્યું હતુ. બાબા બાગેશ્વરના આ દરબારમાં ભાજપના નેતા પ્રદિપસિંહ જાડેજા સહિત કરણી સેનાના અધ્યક્ષ પણ જોવા મળ્યા હતા. દર વખતની જેમ પીઠ પરથી બાબા બાગેશ્વરે ફરી એક વખત વિરોધીઓને પડકાર ફેંક્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીઓ કહ્યું કે વિશ્વના બીજા કોઈ પણ ધર્મના લોકોની તાકાત નથી કે જે બાગેશ્વર ધામને ચેલેન્જ કરી શકે.

 

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video