Gujarati Video : બાબા બાગેશ્વર અમદાવાદથી અંબાજી રવાના, માતાજીના દર્શન અને પૂજન કરશે

|

May 28, 2023 | 1:52 PM

ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી ધામમાં માતાજીના દર્શન અને પૂજન કરશે અને અંબાજી માતાજીની આરતીનો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી લ્હાવો લેશે. માતા અંબાજીના દર્શન કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી ઈસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે.

ગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા બાબા બાગેશ્વર(Baba Bageshwar) ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લેશે. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ધીરેન્દ્ર શાસ્ત્રી  દાંતા હેલિપેડ માટે રવાના થયા છે.  ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચશે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી ધામમાં માતાજીના દર્શન અને પૂજન કરશે અને અંબાજી માતાજીની આરતીનો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી લ્હાવો લેશે. માતા અંબાજીના દર્શન કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી ઈસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે. બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજાશે

બાબા બાગેશ્વર બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે અંબાજીના ઇસ્કોન અંબેવેલીમાં બાબા વિશ્રામ લેશે. બપોરે 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવવા બાબા રવાના થશે. ત્યાર બાદ 28મેના રોજ અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે.

અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ

જેની માટે પણ અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિને ઝૂંડાલ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે આ બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજાશે.

Published On - 11:40 am, Sun, 28 May 23

Next Video