Gujarati Video: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ધારાસભ્ય તરીકેની જીતને હાઇકોર્ટમાં પડકારાઈ

|

Apr 05, 2023 | 9:21 PM

શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ કર્યો છે.આ સાથે સોગંદનામું દાખલ કરતા સમયે રજૂ કરેલી માહિતીમાં ફેરફાર કર્યો છે..મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે

ગુજરાતના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ધારાસભ્ય તરીકેની  જીતને હાઇકોર્ટમાં પડકારાઈ છે.અપક્ષ ઉમેદવાર ભગવતીબેન બ્રહ્મક્ષત્રિયએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરી છે.અરજદારનો આક્ષેપ છે કે શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ કર્યો છે.આ સાથે સોગંદનામું દાખલ કરતા સમયે રજૂ કરેલી માહિતીમાં ફેરફાર કર્યો છે..મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.

ઉમેદવારે ચૂંટણી લડતા પહેલા સોગંદનામુ કરવાનું રહે છે

ઉમેદવારે ચૂંટણી લડતા પહેલા સોગંદનામુ કરવાનું રહે છે. જેમાં ઉમેદવારે તમામ માહિતીઓ રજૂ કરવાની હોય છે. તેમાં શંકર ચૌધરીએ ફેરફાર કર્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. અરજદારે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરી છે.

જેમાં  શંકર ચૌધરીએ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં તેમને થરાદના કોંગ્રેસના હરીફ ઉમેદવાર અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને 26,506 મતોથી પરાયજ આપ્યો હતો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video