Gujarati Video: સુરતમાં ટુ-વ્હીલર પર સ્ટંટનો વધુ એક વિડીયો આવ્યો સામે, નંબર પ્લેટના આધારે પોલીસે યુવકોની શોધખોળ હાથ ધરી

સુરતમાં મોપેડ પર ચાર સવારી છુટા હાથે સ્ટંટ (Stunt) કરતા યુવકોનો તેમજ જીપના બોનેટ પર ઉભા રહીને સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Gujarati Video: સુરતમાં ટુ-વ્હીલર પર સ્ટંટનો વધુ એક વિડીયો આવ્યો સામે, નંબર પ્લેટના આધારે પોલીસે યુવકોની શોધખોળ હાથ ધરી
| Edited By: | Updated on: Aug 07, 2023 | 11:49 AM

Surat : સુરતમાં મોપેડ પર ચાર સવારી છુટા હાથે સ્ટંટ (Stunt) કરતા યુવકોનો તેમજ જીપના બોનેટ પર ઉભા રહીને સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે (Surat Police) વિડીયોના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને નંબર પ્લેટના આધારે યુવકોની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો-Gujarati Video: બોટાદના ઉમરાળા ગામે યુવતીના આપઘાતના કેસમાં મહત્વનો ખુલાસો, પોલીસે 306 મુજબ દાખલ કરી ફરિયાદ

સુરતમાં વાહનો પર જોખમી સ્ટંટ કરતા યુવકોના એક પછી એક વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને પોલીસ પણ આવા વિડીયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરી રહી છે, ત્યારે સુરતમાં આવા જ બે વિડીયો વાયરલ થયા છે. જેમાં એક મોપેડ ચાર લોકો સવાર થયા હતા અને મોપેડ પર ઉભા રહીને તેમજ છુટાહાથે સ્ટંટ કર્યો હતો. યુવકોના આ સ્ટંટનો વિડીયો ટ્રાફિક હેલ્પલાઈન પર મળ્યો હતો. જેને લઈને આ સમગ્ર મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. નાનપુરા ખ્વાજાદાના રોડ મચ્છી માર્કેટ પાસેનો આ વિડીયો વાયરલ થયો હતો.

જયારે બીજો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક યુવકે જીપના બોનેટ પર ઉભા રહીને ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સરથાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીપ માલિક જૈમીન છગન સવાણી છે અને જીપના બોનેટ પર તેના મિત્ર ધવલ ડાભીએ સ્ટંટ કર્યો હતો, જયારે જીપ ચાલક એક સગીર હોવાનું બહાર આવ્યું હતું. જેથી હાલ પોલીસે જીપ માલિક જૈમીન સવાણી અને સ્ટંટબાજ ધવલ ડાભીની અટક કરી હતી. જયારે જીપ ચાલક 17 વર્ષીય સગીરની શોધખોળ હાથ ધરી હતી. આ વિડીયો 3 મહિના જુનો હતો અને હાલમાં વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:42 am, Mon, 7 August 23