Gujarati Video: અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભાજપમાં આંતરિક ખેંચતાણ મુદ્દે આપ્યુ આ ચોંકાવનારુ નિવેદન- વાંચો

Anand: અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભાજપમાં આંતરિક ખેંચતાણ મુદ્દે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.કરમસદ હોસ્પિટલના કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યુ હતુ.

| Edited By: | Updated on: Aug 25, 2023 | 12:23 AM

Anand:  અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભાજપ પક્ષમાં આંતરિક ખેંચતાણ વિશે નિવેદન આપતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કરમસદ હોસ્પિટલના એક કાર્યક્રમમાં વિપુલ પટેલ હાજર રહ્યા હતા. જેમાં ભાજપ પક્ષમાં આંતરિક ખેંચતાણ વિશે બોલ્યા,” અમારી પાર્ટીમાં ખેંચતાણ ચાલે છે, હું ક્યારે પડું બસ તેની રાહ જોઇને લોકો પાર્ટીમાં બેસી રહે છે”. વધુમાં તેમણે જણાવ્યું કે, આપણે ક્યારે પદ પરથી હટીએ અને જગ્યા ખાલી થાય લોકો તેની રાહ જુએ છે, મને ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનો ચેરમેન બનાવતા પાર્ટીના કેટલાકને ગમ્યું ન હતું”.

આ પણ વાંચો: Gujarati Video: આવી રીતે ભણશે ગુજરાત ! સરકારી શાળામાં શિક્ષકો ન હોવાથી ગામલોકોએ કરી તાળાબંધી

ઉલ્લેખનીય છે વિપુલ પટેલ અમુલ ડેરીના ચેરમેન છે અને ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.., તો વિપુલ પટેલના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો છે.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:59 pm, Thu, 24 August 23