Gujarati Video: અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ધારી, ગીર પંથકના ગામડાઓમાં પડ્યો વરસાદ

|

May 20, 2023 | 11:08 PM

Amreli: સતત બીજા દિવસે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી, ગીર પંથકના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. બપોર બાદ ગીરના ગામડાઓમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધારી ગીર પંથકના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ગીરના ગામડાઓમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, નાગધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધારી અને ગીર પંથકના ગામડામાં કમોસમા વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, નાગધરા સહિત કેટલાક ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ સૌથી વધારે ધારી ગીર વિસ્તારમાં પડ્યો છે. જેના કારણે ત્યાંના ખેડૂતોને પણ વિવિધ પાકોમાં નુકસાન ગયું છે.

આ પણ વાંચો:  Amreli : બાબરીયાધાર ગામની નવલખી નદી બે કાંઠે વહેતી થઇ, વહેતા પાણીમાં ફસાયેલા બે યુવકોનો બચાવ, જુઓ Video

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

2 દિવસ પહેલા સાવરકુંડલાના કેટલાક ગમડામાં છૂટો છવાયો વરસાદ પડ્યા હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હત. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ તો પાક નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈને સહાય પણ મળી નથી તેવા સમયે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ આકરા તાપને કારણે લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. તેમા વરસાદ પડવાના કારણે લોકોને ઠંડકની અનુભૂતિ થઈ હતી.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article