Amreli : બાબરીયાધાર ગામની નવલખી નદી બે કાંઠે વહેતી થઇ, વહેતા પાણીમાં ફસાયેલા બે યુવકોનો બચાવ, જુઓ Video
અમરેલી જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમરેલી શહેર અને રાજુલામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.આ સાથે બાબરીયાધાર, અમોલી, માંડણ, બાલાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે
અમરેલીના રાજુલામાં જાણે ચોમાસુ જામ્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં ધોધમાર વરસાદ થતા અહીં બાબરીયાધાર ગામની નવલખી નદી બે કાંઠે વહેતી થઇ છે. તેમજ વહેતા પાણીમાં બે યુવકો બાઇક સાથે ફસાયા હતા. આ બંને યુવકો બાઇક સાથે બહાર નીકળવા મથામણ કરી રહ્યા હતા. બંને યુવકો તો બહાર નીકળી ગયા. પરંતુ વહેતા પાણીના વહેણમાં તેમની બાઇક પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.
અમરેલી જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમરેલી શહેર અને રાજુલામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.આ સાથે બાબરીયાધાર, અમોલી, માંડણ, બાલાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ચક્કરગઢ, ગોખરવાળા, લાપાળીયા, કેરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
