Gujarati Video: રાજ્યમાં નેફ્રોલોજિસ્ટની હડતાળનું સુખદ સમાધાન, ડાયાલિસિસના સરકાર હવે ચૂકવશે 1900 રૂપિયા

Gujarati Video: રાજ્યમાં નેફ્રોલોજિસ્ટની હડતાળનું સુખદ સમાધાન, ડાયાલિસિસના સરકાર હવે ચૂકવશે 1900 રૂપિયા

| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:11 AM

Gandhinagar: ગુજરાતમાં નેફ્રોલોજિસ્ટની હડતાળનો બે દિવસની બેઠક બાદ સુખદ અંત આવ્યો છે. ડાયાલિસિસ માટે હવે સરકાર 1900 રૂપિયા ચુકવવા સંમતિ દર્શાવતા આખરે હડતાળ સમેટાઈ છે.

Gandhinagar: રાજ્યમાં નેફ્રોલોજીસ્ટ અને બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે નેફ્રોલોજીસ્ટની માગણીઓ અંશત સ્વીકારતા બંને પક્ષો વચ્ચે સમાધાન સધાયું છે. સરકાર નેફ્રોલોજીસ્ટને હવે દરેક ડાયાલિસિસ દીઠ 1900 રૂપિયા ચુકવશે.

અગાઉ સરકાર દરેક ડાયાલિસિસ દીઠ 2 હજાર રૂપિયા આપતી હતી. જે ઘટાડીને 1650 કરતા બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મુદ્દે મડાગાંઠ ઉકેલવા માટે CM ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન અને ઉચ્ચ અધકિારીઓ સાથે 2 દિવસથી બેઠક ચાલતી હતી. રાજ્ય સરકારના નવા ભાવ સાથે એસોસિયેશને સંમતિ દર્શાવતા હડતાળનો અંત આવ્યો છે.

ડાયાલિસિસની ફી સરકારે ઘટાડતા તબીબ આલમમાં રોષ

આપને જણાવી દઈએ કે રાજ્યના 102 જેટલા તબીબો સરકાર સામે વિરોધમાં જોડાયા હતા. સરકારે PMJAY યોજનામાં ડાયાલિસિસની ફી ઘટાડતા નેફ્રોલોજિસ્ટમાં નારાજગી હતી. ડાયાલિસિસના રૂપિયા 2300થી ઘટાડીને 1950 કરતા વિરોધ વધ્યો છે. બીજી તરફ અન્ય સેવાઓની ફી વધે છે. જેને લઈને રાજ્યભરના નેફ્રોલોજિસ્ટમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

આ પણ વાંચો: Rajkot : નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળ યથાવત, આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવતા દર્દીઓ પરેશાન, જુઓ Video

ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2023 09:47 PM
Follow Us