Gujarati Video : ચોમાસાની શરુઆતમાં જ વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપ્યુ આ નિવેદન

| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:01 PM

અમદાવાદમાં ગઇકાલે રાત્રે પોણા ચાર ઇંચથી પણ વધુ વરસાદ (Rain) ખાબક્યો છે. જે પછી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કેટલાક વિસ્તારોમાં તો સવાર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા.

Monsoon 2023 : ચોમાસાની શરુઆતમાં જ અમદાવાદમાં (Ahmedabad) વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અમદાવાદમાં ગઇકાલે રાત્રે પોણા ચાર ઇંચથી પણ વધુ વરસાદ (Rain) ખાબક્યો છે. જે પછી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કેટલાક વિસ્તારોમાં તો સવાર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા. વાહનચાલકોને વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકી પડી હતી.

આ પણ વાંચો- Surat Rain: વરસાદના લીધે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું, કોઝવેની સપાટી ભયજનક-જુઓ Photos

જો કે એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને હિતેશ બારોટે TV9 ગુજરાતી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ગઇકાલે રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જો કે રાત્રે 11 વાગ્યા સુધીમાં એક પણ બ્રિજ બંધ રહ્યા હોય તેવી સ્થિતિ ન હતી. સાથે જ તમામ જગ્યાએ પાણી નિકાલની કામગીરી તાત્કાલિક જ કરવામાં આવી હતી.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો