Gujarati Video: ક્રિકેટ સીઝન આવતા જ વિદેશથી બુકીઓ ગુજરાતમાં સક્રિય, સટ્ટા ઉપર ક્રાઇમ બ્રાંચની નજર

Gujarati Video: ક્રિકેટ સીઝન આવતા જ વિદેશથી બુકીઓ ગુજરાતમાં સક્રિય, સટ્ટા ઉપર ક્રાઇમ બ્રાંચની નજર

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:23 PM

ક્રિકેટ સીઝન આવતા જ વિદેશથી બુકીઓ ગુજરાતમાં સક્રિય થયા છે. જેના પગલે કરોડો રૂપિયાના રમાતા સટ્ટા ઉપર ક્રાઇમ બ્રાંચ દ્વારા  નજર રાખવામાં આવી છે. હાલ ક્રિકેટની મેચ સિરીઝ શરૂ થતા જ બુકીઓ સક્રિય થયા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ બુકીઓ ઉપર સકંજો કસવાની તૈયારી કરી છે.

ક્રિકેટ સીઝન આવતા જ વિદેશથી બુકીઓ ગુજરાતમાં સક્રિય થયા છે. જેના પગલે કરોડો રૂપિયાના રમાતા સટ્ટા ઉપર ક્રાઇમ બ્રાંચ દ્વારા  નજર રાખવામાં આવી છે. હાલ ક્રિકેટની મેચ સિરીઝ શરૂ થતા જ બુકીઓ સક્રિય થયા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ બુકીઓ ઉપર સકંજો કસવાની તૈયારી કરી છે. એક અંદાજ મુજબ 1500 કરોડથી પણ વધુ રૂપિયાના રમાયેલા સટ્ટા ઉપર તપાસ કરી રહી છે. જેમાં એક જૂની ફરિયાદના આધારે સટ્ટા નેટવર્કમાં સંડોવાયેલા મોટા બુકીઓ રડાર ઉપર છે.

જેમાં ક્રાઇમ બ્રાન્ચના પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પોલીસે અમદાવાદ અને આસપાસની 20 જેટલી બેન્કોના એકાઉન્ટની માહિતી મળી છે. જેમાં રાકેશ રાજદેવ, ચેતન ઉર્ફે ટોમી સહિતના બુકીઓ ઉપર નજર છે. તેમજ હાલ મોટાભાગના બુકીઓ દુબઈ હોવાથી loc નોટિસ આપવામાં આવશે.

મહત્વનું છે કે, 17 ઓકટોબરે થયેલી એક રેડ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો 17 ઓક્ટોબરે સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સોલામાં મેહુલ પૂજારાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બુકીઓ વેબસાઇટમાંથી આઇડી થકી કમિશન મેળવે છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ક્રિકેટ સટ્ટા રમાડતા પંટરોને પકડી પાડયા હતા. જેની પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલ સહિત અન્ય દસ્તાવેજોની તપાસ કરતા કરોડોના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી

ક્રાઈમ બ્રાન્ચ સતત સંયોગિત પુરાવા અને વિવિધ બેંક એકાઉન્ટની તપાસ કરતા સામે આવ્યું કે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન બનાવી અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ દ્વારા તેનું માર્કેટિંગ કરી ગ્રાહકો સુધી આઇડી પહોચાડતાં હતા

આ પણ વાંચો : Ahmedabad: અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક માટે શહેરમાં પેઇન્ટિંગથી માંડીને રોશનીનો થશે ઝળહળાટ

Published on: Feb 04, 2023 05:03 PM
g clip-path="url(#clip0_868_265)">