Gujarati Video : રાજકોટનાં ધોરાજીમાં વરસાદ બાદ રસ્તા ધોવાયા, રસ્તા પર ખાડા પડવાથી લોકોને ભારે હાલાકી

| Edited By: | Updated on: Jul 14, 2023 | 4:30 PM

રાજકોટનાં ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ બાદ ધોરાજીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. એક તરફ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તો બીજી તરફ રસ્તા પર ખાડા પડવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Rajkot : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) શરુઆતમાં જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળે છે. અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે રાજકોટનાં ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો છે.

ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ બાદ ધોરાજીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. એક તરફ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તો બીજી તરફ રસ્તા પર ખાડા પડવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ પાણીના નિકાલ માટે વહેલી તકે કામગીરી હાથ ધરવા તંત્રને અપીલ કરી છે.

આ પણ વાંચો- Ahmedabad: વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ, જૂઓ Video