Ahmedabad: વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ, જૂઓ Video
અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી.
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં (Monsoon 2023) રોગચાળો વધવાની ભીતિએ સરપ્રાઇઝ ચેકિંગ (Surprise checking) હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી.ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસ કરવામાં આવી હતી. દુકાનમાંથી તેલ, લોટ, ચાસણીના નમૂના લેવામાં આવ્યા હતા. હવે આ ખોરાકના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
તો તપાસ દરમિયાન વસ્ત્રાપુર લા પિનોઝ પિત્ઝાને 10 હજારનો દંડ ફટકારાયો છે. મનપાના આરોગ્ય વિભાગે ગંદકી બદલ દંડ ફટકાર્યો છે. દરોડામાં પિત્ઝાના લોટ પાસે માખીઓ જોવા મળી હતી. પિત્ઝાના રોટલા પાસે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી વસ્ત્રાપુર આઉટલેટ સંચાલકને ગંદકી બદલ 10 હજારનો દંડ ફટકારાયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો