Gujarati Video: યાત્રાધામ સાળંગપુરમાં 5 વર્ષ બાદ પુષ્પદોલોત્સવનું આયોજન, શરૂ થઈ તડામાર તૈયારીઓ

|

Mar 05, 2023 | 9:40 PM

Botad: સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરમાં BAPS મંદિરમાં ફુલદોલોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર BAPS મંદિર ખાતે 5 વર્ષ બાદ પુષ્પદોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોના આગમનને ધ્યાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધુળેટી પર્વ નિમિત્તે પૂજય મહંત સ્વામી મહારાજ અલગ-અલગ રંગ અને પુષ્પથી ભકતોને ભક્તિના રંગે રંગશે.

મહત્વપૂર્ણ છે કે કોરોનાના કારણે છેલ્લા 5 વર્ષથી પુષ્પદોલોત્સવનું આયોજન થઈ શકતુ નહોતું. ત્યારે હવે કોઈ નિયંત્રણ વગર અને 5 વર્ષ બાદ પુષ્પદોલોત્સવનું આયોજન થતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ તરફ હોળી ધૂળેટીનો તહેવાર સાવ નજીક છે, ત્યારે ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો ધમધમાટ છે ડાકોરના રસ્તાઓ જય રણછોડના નાદથી ગૂંજી રહ્યા છે, ત્યારે 7 તારીખ સુધી ડાકોરમાં ભક્ત મહેરામણ ઉમટી પડશે. ત્યારે તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તૈયારી અંતર્ગત કુલ 9 સ્થળોએ મેડીકલ બુથ ઊભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surat : પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ, PM Modi માટે ‘દીવાના’ યુવાનોએ હોળી ધુળેટીના પર્વ માટે બનાવ્યું ખાસ ગીત, જુઓ સુરતીલાલાઓનો જોરદાર video

કોરોનાકાળ બાદ પ્રથમ વખત ફાગણી પૂનમના મેળામાં સમગ્ર રાજ્યમાંથી લાખો ભાવિક ભક્તો ડાકોરમાં આવનાર છે, ત્યારે ખેડા પોલીસ દ્વારા ડાકોરને ખેડા પોલીસે 8 સેક્ટરમાં વહેચી નાખ્યું છે અને ડાકોરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગથી મંદિર સુધી કુલ 44 આડબંધ ઉભા કરવામાં આવ્યા છે આ આડબંધને કારણે ધક્કામુક્કી અને ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને ખુબ સહાય થતી હોય છે. ડાકોરમાં હાલમાં બસ સ્ટેન્ડ ઉપરાંત ડાકોરમાં ગુજરી બજાર પાસે વધુ એક હંગામી બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે.

Next Video