Gujarati Video: પાલનપુરના માલણ ગામને ડિજિટલ બનાવવાની જાહેરાતો માત્ર કાગળ પર, ગામમાં CCTV મુકવાની વાતોનો ફિયાસ્કો

|

Feb 11, 2023 | 9:49 PM

Banaskatha: પાલનપુર તાલુકાના માલણ ગામને વર્ષ 2016માં ડિજિટલ જાહેર કરવામાં આવ્યુ છે. જો કે આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે. ગામમાં ના તો વાઈફાઈની સુવિધા છે કે ના તો નેટની કનેક્ટીવિટી મળે છે. ગામમાં જેતે સમયે લગાવેલા સીસીટીવી પણ બંધ હાલતમાં છે.

પાલનપુર તાલુકાના માલણ ગામને વર્ષ 2016માં એટલે કે લગભગ 6 વર્ષ પહેલા ડિજિટલ ગામ જાહેર કરવામાં આવ્યું હતું. હાલના લોકસભાના સાંસદ હરિભાઈ ચૌધરીના હસ્તે ગામને ડિજિટલ સેવાઓ મળી રહે તે માટેનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ખાનગી એનજીઓ અને સરકારના સંયુક્ત ઉપક્રમે માલણ ગામની પંચાયત અને શાળાઓ માટે વાઈફાઈની સુવિધા સહિત ગામમાં સીસીટીવી મુકવાની વાત હતી. સાથે જ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી માલણ ગામને ડિજિટલ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

જો કે આ જાહેરાત બાદ પણ આજદિન સુધી ગામમાં વાઈફાઈની સુવિધા શરૂ કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ડિજિટલ માલણ બનાવવાની જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે. ગામના લોકોને નેટની કનેક્ટીવિટી પણ સરખી મળતી નથી. સરકાર દ્વારા જાહેરાતના 6-6 વર્ષ બાદ પણ ડિજિટલ ગામ જેવી કોઈ સુવિધા ગામને મળતી નથી.

આ પણ વાંચો: Gujarati Video : પાલનપુરમાં 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞનો ત્રીજો દિવસ, બે દિવસમાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુએ કર્યા મા અર્બુદાના દર્શન

આટલું જ નહીં પણ ગામમાં જે-તે સમયે લગાવેલા બેથી ત્રણ સીસીટીવી પણ બંધ હાલતમાં છે. ગામમાં લગાવેલા નામ માત્રના ત્રણથી ચાર સીસીટીવી લગાવ્યાના એક જ વર્ષમાં બંધ પડી ગયા છે અને તેના રિપેરિંગની પણ કોઈ તસ્દી લેતુ નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે એનજીઓ અને સરકારના સંયુક્ત ઉપક્રમે ડિજિટલ સેવાઓ 2016 બાદ તરત જ ખોરંભે ચઢી છે. સરકાર તરફથી ગામને ડિજિટલ બનાવાશે તેવી જાહેરાત બાદ ગામમાં ખુશીનો માહોલ હતો પરંતુ 6 વર્ષ બાદ પણ વિકાસના કોઈ જ કામ નહીં થતા ગ્રામજનોમાં ભારે નારાજગી છે.

Published On - 9:01 pm, Sat, 11 February 23

Next Video