Gujarati Video: અમદાવાદમાં રખડતા ઢોર છુટા મુકનારા 1985 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી કરાઇ

| Edited By: | Updated on: May 04, 2023 | 9:33 PM

નવા વાડજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર, એપલવુડથી બોપલ સુધીનો એસપી રિંગ રોડ, ગુપ્તાનગરથી અંજલી સુધીના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે.વર્ષ 2022-23માં 251 FIR નોંધવામાં આવી છે. જ્યારે 1951 લોકો સામે જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટ્યો છે. પરંતુ હજુ સમાપ્ત થયો નથી. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ હોય તેવા 8 સ્થળની ઓળખ કરવામાં આવી છે. જેમાં નરોડા ગામનો ભરવાડ વાસ, ઓઢવ ગામ, રબારી કોલોની, અમરાઈવાડી, રામોલ ગામ, મજૂર ગામ ત્રણ રસ્તા સામેલ છે. નવા વાડજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર, એપલવુડથી બોપલ સુધીનો એસપી રિંગ રોડ, ગુપ્તાનગરથી અંજલી સુધીના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે.વર્ષ 2022-23માં 251 FIR નોંધવામાં આવી છે. તો 1951 લોકો સામે જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.

જેમાં રખડતા ઢોર છુટા મુકનારા 1985 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જ્યારે સીએનસીડી વિભાગના સ્ટાફને પોલીસ રક્ષણ અપાયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 04, 2023 09:30 PM