Gujarati Video : ભાવનગરના 3 બાળકની હત્યાના કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલને આજીવન કેદની સજા ફટકારાઈ

| Edited By: | Updated on: May 11, 2023 | 7:16 AM

ભાવનગરમાં 3 બાળકોની હત્યાના કેેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગરના વિદ્યાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખદેવ શિયાળે પોતાના 3 સંતાનની હત્યા કરી નાખી હતી.

ભાવનગરમાં 3 બાળકોની હત્યાના ( murder ) કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. 4 વર્ષ પહેલાના કેસમાં ભાવનગર કોર્ટે આરોપી પોલીસ કોન્સ્ટેબલને સજા ફટકારી છે. કોર્ટે આરોપી સુખદેવને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગરના વિદ્યાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખદેવ શિયાળે પોતાના 3 સંતાનની હત્યા કરી નાખી હતી. સુખદેવે તેમની પત્ની ઉપર ચારિત્ર્યની શંકા રાખી બાળકોની હત્યા કરી હતી.

આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video

તો બીજી તરફ સુરતના સરથાણા વિસ્તારમાં 12 વર્ષની બાળકીને ડામ આપવાની ઘટનામાં બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં દુષ્કર્મ કરનાર આરોપીની પત્નીની માતા અને તેના મિત્ર પણ ઝડપાયા હતા. 4 મહિલાઓએ બાળકીનું અપહરણ કરી માર મારી ગુપ્ત ભાગે મરચાંની ભૂકી નાખી હતી. SOGએ આ કેસમાં સંગીતા ઉમેશ ઉંગરેજીયા અને તેની બહેન મનીષા છના ચોવસીયાની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે મહિલાઓએ કરેલા અમાનવીય કૃત્યને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…