Gujarati Video: હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદે સેસ ઉઘરાવતા ACBએ હોદ્દેદારો પર બોલાવી તવાઈ, સેક્રેટરી, વાઈસ સેક્રેટરી સહિત 7 લોકોની કરી ધરપકડ

|

May 30, 2023 | 3:55 PM

Morbi: હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદે સેસ ઉઘરાવવા મામલે ACBએ યાર્ડના હોદ્દેદારોને આડે હાથ લેતા તવાઈ બોલાવી છે. ACBએ યાર્ડના તત્કાલિન સેક્રેટરી, વાઈસ સેક્રેટરી સહિત 7 લોકોની ધરપકડ કરી છે.

મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદે સેસ (illegal cess) ઉઘરાવવાના કૌભાંડ મામલે ACBએ યાર્ડના હોદ્દેદારો પર તવાઇ બોલાવી છે. ACBએ યાર્ડના તત્કાલીન સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને 5 ક્લાર્ક સહિત 7ની ધરપકડ કરી છે. યાર્ડના હોદ્દેદારોએ 23 લાખ રૂપિયાથી વધુ રકમની સેસ ઉઘરાવી તેને યાર્ડમાં જમા ન કરાવી કૌભાંડ આચર્યું હતું. આરોપીઓએ હોદ્દાનો દુરૂપયોગ કરી કાવતરું રચી ગેરકાયદે ફી ઉઘરાવી. તમામે ખોટી રીતે પૈસા ઉઘરાવી તેને અંગત ઉપયોગમાં વાપર્યા હોવાનો આરોપ છે.

યાર્ડના સહી સિક્કા અને સિરિયલ નંબર સાથે આચર્યુ હતુ કૌભાંડ

તેમણે માર્કેટિંગ યાર્ડના હેડિંગ, સહી-સિક્કા અને સિરિયલ નંબર વગર સેસ ઉઘરાવી કૌભાંડ કર્યું. સમગ્ર મામલે ગત ફેબ્રુઆરી મહિનામાં મોરબી ACBમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરિયાદના આધારે તત્કાલીન સેક્રેટરી વિપુલ એરવાડિયા, વાઇસ સેક્રેટરી અશોક માતરીયા તેમજ 5 ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Video: સરકારી અધિકારીઓની મનમાની સામે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને લખ્યો પત્ર 

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:54 pm, Tue, 23 May 23

Next Video