Ahmedabad  Video: જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPએ સરકાર સામે ચડાવી બાંયો, કલેક્ટર કચેરી સામે કર્યા દેખાવ

Ahmedabad Video: જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPએ સરકાર સામે ચડાવી બાંયો, કલેક્ટર કચેરી સામે કર્યા દેખાવ

| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:58 PM

Ahmedabad: TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ ABVPએ સરકાર સામે બાંયો ચડાવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયકોની 11 મહિનાની કરાર આધારિત ભરતીનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ વિરોધમાં ABVP પણ જોડાઈ છે. આજે ABVP એ કલેક્ચર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.

Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરતા દેખાવો કર્યા. અમદાવાદ કલેકટર કચેરી ખાતે ABVP કાર્યકરોએ રસ્તા પર બેસી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની શિક્ષક તરીકે કરાર આધારિત ભરતીનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ કલેકટર કચેરીમાં રામધૂન બોલાવી માંગણી કરી હતી કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવામાં આવે. કારણ કે વિદ્યાર્થી ટેટ-ટાટ માટેની તૈયારી 11 મહિનાની નોકરી માટે નથી કરતો. ઉમેદવારો અને શિક્ષણના ન્યાય માટે કરાર આધારિત રદ્દ થવી જોઈએ કારણ કે આ પ્રથાથી શિક્ષક સહાયક જ બની શકે ખરા અર્થમાં શિક્ષક ના બની શકે.

શિક્ષક સહાયક નહીં કાયમી જ હોઈ શકે:ABVP

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી TET-TAT પાસ ઉમેદવારો કાયમી ભરતીની માગ કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે કાયમી ભરતી ન કરતા જ્ઞાન સહાયકોની 11 મહિનાની કરાર આધારિત ભરતીની જાહેરાત કરી છે. જેનો TET-TAT પાસે ઉમેદવારો વિરો ધ કરી રહ્યા છે. આ વિરોધમાં હવે ABVP પણ જોડાયુ છે. આજે (03.10.23) કલેક્ટર કચેરીની સામે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

TET-TAT પાસ ઉમેદવારોનું કાયમી શિક્ષક બનવાનું  સપનું રોળાઈ જશે: ABVP

ABVPના કાર્યકરોની દલીલ છે કે જો જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવશે તો લાંબા સમયથી રાત-દિવસ મહેનત કરીને જેમણે TET-TAT ની પરીક્ષા પાસ કરી એઉમેદવારોનું સપનું રોળાઈ જશે અને તેમનુ ભાવિ અંધકારમય બની જશે. કરાર આધારિત ભરતીને કારણે શિક્ષણનું સ્તર પણ નીચુ આવશે અને બાળકોનું ભાવિ પણ જોખમાશે. કાયમી શિક્ષક ન હોવાને કારણે વિદ્યાર્થી- શિક્ષક વચ્ચેના સંબંધો પણ જોખમાશે. દર 11 મહિને શિક્ષકો બદલી જતા હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે એ નાતો પણ જોવાનહીં મળે. જેની વિપરીત અસરો શિક્ષણ પર પણ જોવા મળશે.

આ પણ વાંચો:  Ahmedabad: સરકારી નીતિના કારણે છેલ્લા 14 વર્ષમાં રાજ્યની 600થી વધુ ગ્રાન્ટેડ શાળાના પડી ગયા પાટીયા, વર્ગદીઠ મળતી ગ્રાન્ટમાં શાળાઓને ટેક્સ ભરવાના પણ ફાંફા

રાજ્યભરમાં ABVPએ જ્ઞાનસહાયકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં દેખાવો કર્યા જેમા સુરત અને રાજકોટમાં પણ ABVP એ સરકાર સામે વિરોધ નોંધાવ્યો.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 03, 2023 09:26 PM