રાજકોટના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની આવક થઈ રહી છે.. તલ અને તુવેરના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ભાવની વાત કરીએ તો ગત વર્ષ પ્રતિમણ તલના ભાવ 1700થી 1800 રૂપિયા હતા. જ્યારે ચાલુ વર્ષે પ્રતિ મણ તલના 2600 રૂપિયા મળી રહ્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ તલના ભાવમાં પ્રતિમણ 800 રૂપિયાનો વધારો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છે.
તલની સાથે તુવેરના પ્રતિ મણના 1600થી 1700 રૂપિયા ભાવ બોલાયો છે. સરદાર પટેલ માર્કેટયાર્ડમાં રોજ તલની 600 અને તુવેરની 200 ગુણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં કમોસમી વરસાદને કારણે તલના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તલની આવક ઓછી છે. આવક ઓછી હોવાથી તલના ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ
આ તરફ તુવેરમાં પણ ખેડૂતોને પ્રતિ મણ 1600થી 1700 રૂપિયા મળી રહ્યા છે. સારા ભાવ મળતા યાર્ડમાં રોજની 600 તુવેરની અને 200 તુવેરની ગુણીની આવક થઈ રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો