Gujarati Video : બનાસકાંઠાના ડીસામાં પ્રેમલગ્ન કરનાર યુવકના અપહરણ કરાયેલા પિતા અને ભાઇનો છૂટકારો

| Edited By: | Updated on: May 10, 2023 | 7:05 AM

પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા અને ભાઇનું યુવતીના પરિવારજનોએ જ અપહરણ કર્યું હતું.પોતાની દીકરીને પરત મેળવવા પરિવારજનોએ પ્લાન બનાવ્યો હતો અને બે કારમાં આવેલા 10 જેટલા લોકો યુવકના પિતા અને ભાઇને ઉઠાવી ગયા હતા ત્યારબાદ યુવકના પિતા અને ભાઇને ઢોર માર માર્યો હતો અને ખેતરમાં ગોંધી રાખ્યાં હતા.

બનાસકાંઠાના ડીસામાં(Deesa)  પ્રેમલગ્ન(Love Marriage)  કરનાર યુવકના અપહરણ કરાયેલા પિતા અને ભાઇનો છૂટકારો થયો છે.પ્રેમલગ્નમાં યુવકના પિતા અને ભાઇનું યુવતીના પરિવારજનોએ અપહરણ કરી ગોંધી રાખ્યાં હોવાની ફરિયાદ થઇ હતી.જેને આધારે પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે રાખી રાત શોધખોળ કરી બંને પીડિતને પાટણ જિલ્લામાંથી છોડાવ્યાં હતા. પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા અને ભાઇનું યુવતીના પરિવારજનોએ જ અપહરણ કર્યું હતું.પોતાની દીકરીને પરત મેળવવા પરિવારજનોએ પ્લાન બનાવ્યો હતો અને બે કારમાં આવેલા 10 જેટલા લોકો યુવકના પિતા અને ભાઇને ઉઠાવી ગયા હતા ત્યારબાદ યુવકના પિતા અને ભાઇને ઢોર માર માર્યો હતો અને ખેતરમાં ગોંધી રાખ્યાં હતા.

આ પણ  વાંચો : Botad: સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં DDOની સરપ્રાઈઝ વિઝિટ, ગેરહાજર તબીબને આપી નોટિસ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 10, 2023 07:03 AM