Gujarat weather forecast : રાજ્યમાં આજે કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે, અમદાવાદમાં જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે.
આગામી પાંચ દિવસ રાજ્યવાસીઓને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે તો અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 25% રહેશે.
આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે 23% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 42 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે.
બોટાદમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર
બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.
ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 38 રહેશે તો ન્યૂનતમ તાપમાન 27 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને 49% ભેજવાળુ વાતાવરણ રહેશે.
તો આજે બુધવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 25 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.
સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે
આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 25 % ભેજવાળુ વાતાવરણ રહેશે.
પોરબંદરમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 53% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…