Gujarati Video: રાજકોટની શ્રીજી ગૌશાળાની અનોખી પરંપરા, વેલેન્ટાઈન નહીં ‘કાઉ હગ ડે’ની કરાઈ ઉજવણી

|

Feb 14, 2023 | 10:54 PM

Rajkot: શહેરની શ્રીજી ગૌશાળાએ અનોખી પરંપરાનો આરંભ કર્યો છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન નહીં, પરંતુ કાઉ હગ ડેની ઉજવણી કરવામાં આવી. ગાયના શરીરમાંથી સાત્વીક ઊર્જા મળતી હોવાથી ગાયને ભેટવાથી માણસમાં પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે.

આજે વેલેન્ટાઈન ડે પર યુગલો એકબીજાને ભેટ સોગાદો આપીને ઉજવણી કરતા હોય છે. આ વખતે કાઉ હગ ડેનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો. જેમાં ખાસ કરીને રાજકોટમાં શ્રીજી ગૌશાળામાં મોટી સંખ્યામાં લોકોએ ગાયને ભેટીને કાઉ હગ ડેની ઉજવણી કરી છે. ગાયના સંસર્ગમાં આવવાથી અનોખી પોઝિટિવ ઊર્જાનો શરીરમાં સંચાર થાય છે. જેનાથી ગાયને ભેટનાર વ્યક્તિ તણાવ મુક્ત બને છે. વિદેશમાં લોકો પૈસા ખર્ચીને કાઉ હગ ડેના સેશન એટેન્ડ કરતા હોય છે.

સૌરાષ્ટ્રની 400 ગૌશાળામાં ‘કાઉ હગ ડે’ ઉજવાયો

વિદેશમાં કાઉ હગિંગને એક થેરાપી તરીકે મનોચિકિત્સકો સજેસ્ટ કરે છે. જેમાં લોકો કાઉ હગ ડેના સેશન અટેન્ડ કરે છે. જેના માટે તેઓ તગડી ફી પણ ચુકવે છે. ગૌમાતાની પૂજા અને ગૌસંસ્કૃતિને વરેલા ભારતમાં પણ લોકો હવે ધીમે ધીમે કાઉ થેરાપી તરફ વળી રહ્યા છે. જેમાં આજે વેલેન્ટાઈન ડે પર સૌરાષ્ટ્રની 400 જેટલી ગૌશાળામાં કાઉ હગ ડેનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો:  14 ફેબ્રુઆરીએ નહીં ઉજવવામાં આવે ‘Cow Hug Day’, પશુપાલન મંત્રાલયે નિર્ણય પાછો ખેંચવાનો આપ્યો આદેશ

ગાયને ભેટવાથી વ્યક્તિ માનસિક શાંતિની અનુભૂતિ કરે છે

જો કે કાઉ હગ ડેને લોકો ધાર્મિક રંગ આપી રહ્યા છે, પરંતુ ગાયને ભેટવા પાછળ કોઈ ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક કારણો રહેલા છે. ગાયને ભેટવાથી તેના શરીરમાં સુકેતુ નામની નળી સક્રિય થાય છે અને ગાય વાતાવરણના 24 તત્વોને પોતાના શરીરમાં ખેંચી શકે છે. જેથી ગાયના સંપર્કમાં આવતા વ્યક્તિમાં પણ આ ઊર્જાનો સંચાર થાય છે. ગાયને ભેટનાર વ્યક્તિ ગમે તેવો હતાશામાં હોય તેને થોડી પળો માટે તો માનસિક શાંતિનો અનુભવ થાય જ છે. તેવુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલુ છે.

Published On - 10:51 pm, Tue, 14 February 23

Next Video