Gujarati Video : વલસાડમાં ઘરના રીનોવેશનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત

Gujarati Video : વલસાડમાં ઘરના રીનોવેશનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત

| Edited By: | Updated on: Mar 28, 2023 | 9:43 AM

વલસાડ શહેરના કૈલાસ રોડ પરના વૈશાલી પાર્કમાં એક ઘરના રીનોવેશનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં કપરાડા ખાતે રહેતા શ્રમિકનું દીવાલ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું છે.

વલસાડમાં શ્રમિકનું દીવાલ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. વલસાડ શહેરના કૈલાસ રોડ પરના વૈશાલી પાર્કમાં એક ઘરના રીનોવેશનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં કપરાડા ખાતે રહેતા શ્રમિકનું દીવાલ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું છે. સ્થાનિકો દ્વારા તાત્કાલીક 108ની ટીમનો સંપર્ક કરી શ્રમિકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો : Valsad: કપરાડાના શુક્લબારી ગામની શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓ મંદિરમાં અભ્યાસ કરવા મજબુર

કૂવો ખોદતા ભેખડ ધસી

ગઈ કાલે મોરબીના વાંકાનેરના કોટડાનાયાની ગામમાં કૂવો ખોદકામ કરતા સમયે ભેખડ પડવાથી ત્રણ શ્રમિકના મોત થયા હતા. કૂવો ખોદવાની કામગીરી સાંજના સમયે કરવામાં આવી રહી હતી. તે સમયે અચાનક ભેખડ પડવાથી ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. જેથી બે શ્રમિકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે એક શ્રમિકને તાત્કાલીક ધોરણે સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શ્રમિકનું મોત થયુ હતુ. આ સમગ્ર ઘટનાની જાણ વાંકાનેર પોલીસને કરવામાં આવી હતી. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Mar 28, 2023 09:42 AM