Gujarati Video: ખંભાળિયામાં 5 કોઝવે પાણીમાં ગરકાવ, સલાયા બંદર પાસે કોઝવે પર પાણી ફરી વળતા માર્ગો ઠપ્પ
Dwarka: દ્વારકાના ખંભાળિયા પંથકમાં 5 કોઝવે પર પાણી ભરાઈ ગયા છે. સલાયા બંદર પાસે કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સલાયાથી 7 જેટલા ગામોને જોડતો માર્ગ બંધ પડ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ભારે વરસાદમે પગલે 5 કોઝવે પર પાણી ભરાયા છે. સલાયા બંદર પાસે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે માર્ગો ઠપ્પ થયા છે.
કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સલાયાથી 7 જેટલા ગામોને જોડતો માર્ગ બંધ પડ્યો છે. લોકોને અવરજવર માટે 10 કિલોમીટર સુધી ભટકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
આ તરફ દ્વારકા શહેરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ભદ્રકાળી ચોક સહિત આસપાસના વિસ્તારોની સ્થિતિ બેહાલ થઈ છે. ભદ્રકાળી ચોક વિસ્તારમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઇ ગયા. રસ્તા પર જાણે સમુદ્ર વહેતો હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
આ વિસ્તારમાં આવેલી દુકાનો, બેંકો અને ATMમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભદ્રકાળી ચોક, રબારી ગેટ સહિતના આસપાસના વિસ્તારોની સ્થિતિ ખરાબ છે. જેમા વરસાદી પાણીમાં કચરો પણ વહેતો થયો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને રોગચાળો ફેલાવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે.
ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાથી પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. જો પાલિકાએ કામગીરી કરી હતી તો કેમ વરસાદી પાણી ભરાયા છે ? ડ્રેનેજ પાછળ 5 કરોડ જેવી માતબર રકમ ખર્ચવાનો પાલિકા દાવો કરે છે. જો પાંચ કરોડ ખર્ચાયા હતા તો માર્ગો જળમગ્ન કેમ બન્યા છે. પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો તે સવાલ દરેક નાગરિકના મનમાં છે.
દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો