પાકિસ્તાન જેલમાં બંધક 200થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. બીજા તબક્કામાં 200 માછીમારો આજે જેલમુક્ત થયા છે. તમામ ભારતીય માછીમારો આવતીકાલે વાઘા બોર્ડર પહોંચશે. ફિશરીઝ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ માછીમારોનો કબજો લેશે. વાઘા બોર્ડર પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માછીમારો વતન પહોંચશે. માછીમારો મુક્ત થતા તેમના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
અરબી સમુદ્રમાં ભારતીય જળસિમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સીમામાંથી પકડાયેલા મોટા ભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.
ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા 198 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Gujarati Video : ભાવનગરમાં સાગરખેડૂતોને ત્રણ દિવસ સુધી દરીયો ન ખેડવા સલાહ, માછીમારોને પરત બોલાવ્યા
પોરબંદર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો