Gujarati News : ઈરાનમાં અમદાવાદી દંપતીને બંધક બનાવવાનો કેસમાં બંને એજન્ટને પૂછપરછ બાદ છોડી દેવાયા
એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીને પૂછપરછ બાદ પોલીસ દ્વારા છોડી દેવાયા છે. જોકે એજન્ટની (agent) સંડોવણી હશે તો આગામી સમયમાં ધરપકડ કરવામાં આવશે.
Ahmedabad : ઈરાનમાં (Iran) મૂળ અમદાવાદના દંપતીને બંધક બનાવવાના પ્રકરણમાં એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીને પૂછપરછ બાદ પોલીસ દ્વારા છોડી દેવાયા છે. જોકે એજન્ટની (agent) સંડોવણી હશે તો આગામી સમયમાં ધરપકડ કરવામાં આવશે. સત્તાવાર રીતે કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ એજન્ટ અભયે નિવેદન આપ્યું છે કે- તેણે બંધક દંપતીને છોડાવવા માટે 7 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આ પણ વાંચો- Gujarati Video: મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવાના મુદ્દે નોંધાઈ ફરિયાદ
મહત્વનું છે કે ગેરકાયદે અમેરિકા જવાના ચક્કરમાં પંકજ પટેલ અને તેની પત્નીને ઈરાનમાં બંધક બનાવી લેવાયા હતા. જ્યાં પાકિસ્તાની એજન્ટે પંકજ પટેલને ક્રૂરતાની હદ વટાવીને માર માર્યો હતો. જે પછી તેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને એજન્ટની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું. હાલ આ દંપતી અમદાવાદમાં પોતાના ઘરે સુરક્ષિત છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
