Gujarati News : સુરતના ખટોદરામાં કાપડના વેપારીનું 5 કરોડમાં ઉઠમણું, 1ની ધરપકડ, 5 આરોપી ફરાર, જુઓ Video

Gujarati News : સુરતના ખટોદરામાં કાપડના વેપારીનું 5 કરોડમાં ઉઠમણું, 1ની ધરપકડ, 5 આરોપી ફરાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 7:20 AM

સુરતના ખટોદરામાં કાપડના વેપારીનું 5 કરોડમાં ઉઠમણું થયું છે. ઉધારમાં કાપડ લઇને 6 વેપારીઓને ચૂનો ચોપડીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જો કે, ભોગ બનનારા વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં કાપડના એક વેપારીને ઉધારમાં વેપાર કરવો મોંઘો પડ્યો છે. સુરતના ખટોદરામાં કાપડના વેપારીનું 5 કરોડમાં ઉઠમણું થયું છે. ઉધારમાં કાપડ લઇને 6 વેપારીઓને ચૂનો ચોપડીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. જો કે, ભોગ બનનારા વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ખટોદરા પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપી દિનેશ પટેલની ધરપકડ કરી લીધી છે. જો કે, હજુ 5 આરોપી ફરાર છે. જેમને શોધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: સુરતના 6 પોલીસ સ્ટેશને 8 માસમાં ઝડપેલા 37.97 લાખના દારૂના જથ્થાનો કર્યો નાશ

અન્ય શહેરમાં બનેલી છેતરપિંડીની ઘટના

રાજકોટના એક વેપારી સાથે કરોડો રુપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી હતી. વર્ષ 2018માં ઈસ્ટ આફ્રિકામાં રહેતા દંપતીએ ખાદ્ય સામગ્રી મગાવી બાદમાં તેના રુપિયા વેપારીને આપ્યા ન હતા. એટલુ જ નહીં રુપિયા માગતા વેપારીને દંપતીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે છેતરપિંડી આચરનાર દંપતીમાંથી એકની પોલીસે ધરપકડ કરી હતી. છેતરપિંડી આચરનાર દંપતિ ભારત આવતાં જ પોલીસે પતિની ધરપકડ કરી હતી. જ્યારે પત્ની ફરાર થઈ ગઈ હતી.

આ અગાઉ અમદાવાદમાં કાપડના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ કરવામા આવી હતી. પિતા પુત્ર એ સાથે મળી 21 જેટલા વેપારી પાસેથી માલ ખરીદી રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયા હતા. આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપીની સુરત થી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પિતા અને તેના 2 પુત્રોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">