Gujarat માં રાજકોટ, ભાવનગર અને જામનગરમાં GST વિભાગના દરોડા, 13 પેઢી પર કાર્યવાહી

રાજકોટ, ભાવનગર અને જામનગરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. આ શહેરોમાં લોખંડ અને બ્રાસના પાટર્સ બનાવતા વેપારીઓના એકમો પર GST વિભાગ ત્રાટક્યું હતું. તો સર્ચ ઓપરેશમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:40 PM

ગુજરાતમાં(Gujarat)  GST વિભાગ(GST) દ્વારા સૌરાષ્ટ્રના 3 મોટા શહેરોમાં સર્ચ ઓપરેશન(Search Operation)  હાથ ધરવામાં આવ્યું છે. જેના અંતર્ગત રાજકોટ, ભાવનગર અને જામનગરમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. આ શહેરોમાં લોખંડ અને બ્રાસના પાટર્સ બનાવતા વેપારીઓના એકમો પર GST વિભાગ ત્રાટક્યું હતું. તો સર્ચ ઓપરેશમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં 4, જામનગરમાં 7 અને ભાવનગરના 2 વેપારી પેઢીઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નાણાંકીય વર્ષ 21-22માં સૌથી વધુ આવક

ઉલ્લેખનીય છે કે, GST આવકથી રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારની તિજોરી છલકાઇ છે..ગુજરાત રાજ્યને GSTના અમલીકરણ બાદ નાણાંકીય વર્ષ 21-22માં સૌથી વધુ આવક થઇ છે.વિતેલા નાણાંકીય વર્ષમાં જીએસટી, વેટ અને વળતર પેટે કુલ 86 હજાર 780 કરોડની આવક થઇ છે.જેમાં માર્ચ મહિનામાં જીએસટી પેટે 4 હજાર 530 કરોડની આવક છે. જે ગત માર્ચ-2021ની 3 હજાર 523 કરોડની આવક કરતા 1 હજાર 7 કરોડ કે જે 28.56 ટકા વધારે છે. તો ફેબ્રુઆરી-2022ની 4 હજાર 189 કરોડની તુલનાએ માર્ચમાં જીએસટી આવકમાં 8 ટકાનો વધારો દર્શાવે છે.મહત્વનું છે કે ગત વર્ષ 2020-21માં થયેલી રૂ. 66 હજાર 723 કરોડની આવકની સરખામણીએ રૂપિયા 20 હજાર 57 કરોડ વધું છે.કોવિડ-19 મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવૃતિઓ ઘટવાના પરિણામે વર્ષ 2020-21માં રાજ્યની જીએસટી આવક પર ગંભીર અસર થઇ હતી. જો કે વર્ષ 2021-22માં થયેલી આવક ગુજરાતની અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત આપે છે.

આ પણ વાંચો :  Amul અને Sap ઇન્ડિયા દ્વારા ગામડાઓમાં ટેક્નોલોજીની ક્રાંતિ તરફ નવી પહેલ

આ પણ વાંચો : Jamnagar: ડોકટરોએ હડતાળના બીજા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">