આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આ જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ ગરમીની શરુઆત થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઠંડી ઘટતા તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ ગરમીની શરુઆત થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઠંડી ઘટતા તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવનની દિશામાં છે. જેના પગલે બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત પાટણ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
Published on: Feb 22, 2025 07:41 AM
