મધ્ય ગુજરાતમાં ધોધમાર… ઓરસંગ અને હેરણ નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત – જુઓ Video

મધ્ય ગુજરાતમાં ધોધમાર… ઓરસંગ અને હેરણ નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત – જુઓ Video

| Updated on: Jul 31, 2026 | 5:15 PM

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નસવાડીના કાલીડોળીમાં ગામમાં પાણી ઘૂસ્યા, ઓરસંગ અને હેરણ નદીઓ ગાંડીતૂર બની. બોડેલી નજીકનો રબર ડેમ છલકાયો, જ્યારે કવાંટનો રામી ડેમ જવાનો કોઝવે ધોવાઈ ગયો. આ સિવાય અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે અને ઘરોમાં પાણી ભરાતા વ્યાપક નુકસાન થયું છે.

મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી છે. નસવાડી તાલુકાના કાલીડોળી ગામમાં કોતરના પાણી ઘૂસી જતાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આના કારણે સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીને નુકસાન થયું હતું.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બોડેલીમાં હેરણ નદી પરનો રબર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જ્યારે અશ્વિની નદીનો પ્રવાહ પણ વધ્યો છે. કવાંટ ખાતે રામી ડેમ જવાનો કોઝવે અને મોટી સાંકળથી ખંડીબારા જવાનો કોઝવે ધોવાઈ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

વધુમાં, વાલપુર ગામે નદીના પાણીમાં ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ચોમાસું બરાબર જામ્યું… ઉમરપાડામાં પોણા 10 ઇંચ અને નડિયાદમાં 7.5 ઇંચ વરસાદ, પ્રશાસન એલર્ટ મોડ પર – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.