રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય છે. જેમાં અમરેલી 42 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ હતું. જ્યારે અમદાવાદ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
પરંતુ હજી પણ આગામી બે દિવસ વધારે ગરમી પડે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં સોમવારની સરખામણીએ મંગળવારે 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરીય દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.
2016માં રાજ્યમાં 48 ડિગ્રી નોંધાય હતી. જ્યારે 7 વર્ષ બાદ 2022માં તાપમાન 47 ડિગ્રી નોંધાયું હતું. ગરમી વધવાના કારણે કેસમાં પણ વધારો નોંધાયો છે. જીવદયા સંસ્થા વર્ષોથી અબોલા પશુ પક્ષીઓ માટે કામ કરે છે. સંસ્થામાં ગત વર્ષે 30 ટકા કેસમાં વધારો નોંધાયો છે. આ વર્ષે 5 ટકા ઉપર વધુ કેસ નોંધાયા છે. જેમાં દર વર્ષે કબુતરના સૌથી વધુ કેસ આવ્યા છે. જ્યારે બીજા નંબરે સમડી, મોર સહિત અન્ય પક્ષીઓ અને પશુઓમાં ડિહાઇડ્રેશનના કેસ જોવા મળે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:31 pm, Tue, 18 April 23