આજનું હવામાન : ગુજરાતના 7થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ મોટી આગાહી, જુઓ Video

|

Jul 25, 2024 | 10:30 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આજે સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, વલસાડ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, બોટાદ, પંચમહાલ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. તેમજ હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ બનશે. 26 જૂલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. પશ્વિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Next Video