આજનું હવામાન : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં રહેશે વરસાદ, જુઓ વીડિયો

આજનું હવામાન : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં રહેશે વરસાદ, જુઓ વીડિયો

| Updated on: Dec 05, 2023 | 7:54 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ આજે મહિસાગર,છોટાઉદેપુર, સુરત, નર્મદા,ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તો આજે સુરત, ભાવનગર,સાબરકાંઠા, અરવલ્લી, ખેડા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના છે. તો આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ આજે મહિસાગર,છોટાઉદેપુર, સુરત, નર્મદા,ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભાવનગર,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, બનાસકાંઠા,જુનાગઢ, ખેડા, પોરબંદર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો બીજી તરફ અમદાવાદ,આણંદ, બનાસકાંઠા, ગીરસોમનાથ, મોરબી, મહેસાણા,નવસારી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બોટાદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, મહીસાગર,પંચમહાલ, તાપી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 05, 2023 06:55 AM