આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ, જુઓ વીડિયો

આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 22, 2023 | 8:23 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આગામી કેટલાક દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત,વલસાડ, નવસારી,તાપી, ડાંગ, ભરુચ,આણંદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકવાની સંભાવના કરવામાં આવી છે. તો રાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. તો પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો