આજનું હવામાન : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી,અનેક જિલ્લાઓમાં પડશે કાતિલ ઠંડી, જુઓ વીડિયો

આજનું હવામાન : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી,અનેક જિલ્લાઓમાં પડશે કાતિલ ઠંડી, જુઓ વીડિયો

| Updated on: Dec 08, 2023 | 7:37 AM

ગુજરાતમાં આગામી 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.તો અંબાલાલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરી છે.ગુજરાતમાં આગામી 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.તો અંબાલાલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. આ સિસ્ટમ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે તેવી શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. તો 12 ડિસેમ્બર બાદ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે.તો આગામી સમયમાં કાતિલ ઠંડી પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

તો હવામાન વિભાગ અનુસાર આજે ભાવનગર,દેવભૂમિ દ્વારકા,જામનગર, મહેસાણા, નવસારી,પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે અમદાવાદ, બનાસકાંઠા, જુનાગઢ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ,અરવલ્લી, બોટાદ, કચ્છ, મહીસાગર, મોરબી, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો ભરુચ, દાહોદ, ગીર સોમનાથ, સુરત સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 08, 2023 07:37 AM