આજનું હવામાન : પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડે તેવી સંભાવના, જુઓ વીડિયો

|

Nov 17, 2023 | 8:02 AM

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. તો ગુજરાતમાં 16 થી 18 ડિગ્રી સુધી તાપમાન ગગડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડથીજવતી ઠંડી પડી શકે છે. આજે અરવલ્લી અને મહેસાણામાં 18 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી સંભાવના છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. તો ગુજરાતમાં 16 થી 18 ડિગ્રી સુધી તાપમાન ગગડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડથીજવતી ઠંડી પડી શકે છે. આજે અરવલ્લી અને મહેસાણામાં 18 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તો વડોદરા,તાપી,મોરબી,મહીસાગર,ખેડા,ગાંધીનગર, આણંદ, અમરેલી,અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ રાજકોટ, દાહોદ જિલ્લામાં 25 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, અરવલ્લી, ગાંધીનગર,ખેડા,મહીસાગર, પંચમહાલ,પાટણ,પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, રાજકોટમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તેમજ નવસારી, અમદાવાદ જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video