Gujarat Weather News : આજે છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયુ વાતાવરણ

|

Jun 26, 2023 | 7:39 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળ્યા છે. આજે સોમવારે અમદાવાદમાં દિવસ દરમિયાન તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે અમરેલી,બોટાદ,કચ્છ,મોરબી,પાટણ જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળ્યા છે. આજે સોમવારે અમદાવાદમાં દિવસ દરમિયાન તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે અમરેલી,બોટાદ,કચ્છ,મોરબી,પાટણ જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આજે ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, સુરેન્દ્રનગર,તાપીમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે બોટાદ જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રહેશે, જુઓ Video

બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર,પોરબંદર જેવા જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે દાહોદ, ડાંગ, રાજકોટ અને સાબરકાંઠામાં 29 ડિગ્રી તાપમાન નોંધાય તેવી શક્યતા છે.

આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ,છોટાઉદેપુર, દાહોદ જેવા જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે વડોદરા,છોટાઉદેપુર વલસાડ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમજ સુરત , ભરૂચ , ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 27 જૂને ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video