Gujarati Video : ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા
હવામાન વિભાગ દ્વારા શનિવારે કરેલી આગાહી મુજબ રાજ્યમાં 48 કલાકમાં ચોમાસાની શરૂઆત થઈ જશે, જેને 24 કલાક વીતી ચુક્યા બાદ આજે કેન્દ્રીય હવામાન વિભાગ અને બાદમાં ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયાની જાહેરાત કરી છે.
Bharuch : ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વરમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદના પગલે નેશનલ હાઈ-વે પર વાહન ચાલકોએ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ગુજરાત વાસી અને તેમાં પણ જગતના તાત એવા ખેડૂતો માટે સારા સમાચાર છે કે આજથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આ જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કર્યા બાદ ગુજરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે કરેલી આગાહી મુજબ રાજ્યમાં 48 કલાકમાં ચોમાસાની શરૂઆત થઈ જશે, જેને 24 કલાક વીતી ચુક્યા બાદ આજે કેન્દ્રીય હવામાન વિભાગ અને બાદમાં ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયાની જાહેરાત કરી છે.
Latest Videos
Latest News