Gujarat Weather : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

|

May 29, 2023 | 10:24 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ગરમીથી મળશે રાહત, જાણો તમારા જિલ્લાનું હવામાન

મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચની સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અંબાજી પંથકમા પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પતરા ઉઠી ગયા હતા. તો અંબાજી એસટી બસ સ્ટેશનમાં તોતિંગ ગેટ ધરાશાયી થયો હતો. હાઈ-વે પર મોટુ બોર્ડ પડતા રસ્તો બંધ થયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજ સેવા ખોરવાઈ હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video