Gujarat Weather Forecast : આજે રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

|

Sep 07, 2023 | 7:39 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી, જુઓ Video

સાબરકાંઠા, ગાંધીનગર, ખેડામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમદાવાદ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. તો આ તરફ કચ્છમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, મહેસાણા, પાટણ, પોરબંદર અને વડોદરામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, મહીસાગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video