Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ રાજ્યમાં આગામી કેટલાક દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.
પરંતુ જો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વાત માનીએ તો 26થી 27 સપ્ટેમ્બર રાજ્યમાં સારો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. તો આ તરફ 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોમ્બરના રોજ વાવાઝોડુ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર આજે રવિવારે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પાટણ, પોરબંદર, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દાહોદમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.